જીંદગી તુ છે ગણિત
જીંદગી
તુ તો અઘરુ ગણિત હરરોજ
નો
નવો દાખલો
કયારેક
એકદમ સિધ્ધો ને કયારેક ખોવાયેલ જાણે
ચાંદલો
એક ને ઉકેલુ ત્યા બીજા હાજર,
જથ્થા મોટા ક્યારેક લાગતા,
એને લાગે છે કે એજ
જીતશે, પણ અમે નથી હજી થાકતા,
આપ તું
જીંદગી ગમે એટલા, જવાબ વગર ના દાખલા,
લાગશે તને
કાંચા પડિશુ, પણ નિંભાડા ના
અમે પાકા
માટલા
પાણિ ભરો તો ટાઢક
આપીએ અને સંગિત આપી ખાલીમા,
ફુટવાનો
અમને ડર ક્યાથી હોય, છિએ અમે ”એનિ” કાખમા.
Copyright © 2019 Inspiration With
Ankit
www.inspirationwithankit.blogspot.com – Ankit Gopani
No comments:
Post a Comment