Copyright © 2019 Inspiration With Ankit, Ankit Gopani
તમે પેટે પાટા બાંધી ને આપ્યુ જગત નુ જ્ઞાન,
સમજદારી આપી દુનિયા ની ને પુયાઁ મારામા પ્રાણ,
પાપા પગલી કરતા પડતો, ને હાથ પકડતો તમારો,
થાકી જાવ જો ચાલતા થોડો, તો સિધ્ધો ખભ્ભો તમારો...
બાપ તમે મારા ને દીકરો હુ તમારો...
ભુલો ઘણી હુ કરતો, પણ માફ પણ તમે જ કરતા,
"ધવલ-અંકિત-માનુ" ને તમે મનથી આષીશ દેતા,
રોજ નો બધો આનંદ અમને અને સંઘષઁ બધો તમારો,
જીવન મા ઘણા દુખ છતા હસતો છે ચહેરો તમારો...
બાપ તમે મારા ને દીકરો હુ તમારો...
ભુલિ જવાના છે બધા લાકો કિતાબો સામટિ,
અમે નહિ ભુલિઅે કાંઈ આપેલી શિખામણો આપની,
આવ્યો તો હુ દુનિયા મા જાણે ચોપડો આખો કોરો,
પાના અેમા ભરતો ગયો જોઈ જોઈ સંઘષઁ તમારો...
બાપ તમે મારા ને દીકરો હુ તમારો...
બરછટ થયેલી હોય હથેળિ, તોય કોળિયો દેતા,
હોય ભલે ને ઘાવ હજારો, ખબર ન પડવા દેતા,
કપડા લાવતા અવારનવાર, પાડવા મોભો અમારો,
પણ ઠિગડા જો મારવા ના હોય તો ઝભ્ભો પેલો તમારો...
બાપ તમે મારા ને દીકરો હુ તમારો...
સમજણ થી સમજણ વધારી, સીખવિ રીતો સંસાર ની,
પીં જાવ છો દુખના ઘુટડા, ઢાલ બની સંતાન ની,
અે સાઈકલ પર નો આંટો ને, ઘંટડી નો અવાજ અમારો,
હું નો થાકી જાવ અેટલે, પેંડલ પર તો પગ તમારો...
બાપ તમે મારા ને દીકરો હુ તમારો...
Copyright © 2019 Inspiration With Ankit
Awsm
ReplyDeleteThank you for reading and I am glad you like it, I can see you as Unknown user though so dont know who are you :)
DeleteAwesome Thought ����
ReplyDeleteThank you !!
Deleteવાંચતાં વાંચતાં..... આંખ ભીંની થઈ ગઈ🙏
ReplyDelete🙏માતા - પિતા ને વંદન🙏
Yes, Dhaval Bhai. You are right!!
DeleteNice to all line supp bro....yaar
ReplyDeleteVery nice ankit
ReplyDeleteસુપર્બ ભાઈ. .. ખરેખર અંતરથી ભાવ પૂર્ણ લખાણ..
ReplyDeleteReally appreciated your efforts to define father, I miss my father.
ReplyDeleteTap nu map n rakhe te baap..
ReplyDeleteFeeling proud to see ur journey of progress...always keep growing..shining... specific this poem shows ur immense love and respect towards Kaka kaki...✍️👌👌👌
ReplyDelete