Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts

Sunday, May 10, 2020

Happy Mother's Day! - મા તે મા બીજા બધા વગડાના વા !

Happy Mother's Day! 

Happy Mother's Day!

Here is a painting I prepared on this Mother's day.. The strength of one mother's life who an almost die and give birth at the same time. The strength of the mother can carry the weight of the world.

Thank you Mom,  You’ve brought a smile and made my days seem brighter. This day belongs to you, and all the mother's in the world. Happy Mother's Day!

કહેવાય છે કે 'મા તે મા બીજા બધા વગડાના વા'. આવું એટલા માટે કહેવાય છે કારણ કે માનો પ્રેમ સૌથી અમુલ્ય હોય છે. જેની તુલના કોઈની સાથે પણ ન થઈ શકે. એવુ કહેવાય છે કે ભગવાન દુનિયાના દરેક વ્યક્તિ સુધી પહોંચી ન શકે તેટલા માટે તેને માનું સર્જન કર્યું. કારણ કે મા એક જ દુનિયાની એવી વ્યક્તિ છે કે જે પોતાના તમામ સુખ છોડીને તેના બાળકોની રક્ષા કરે છે.

'એક માં સો શિક્ષકોની ગરજ સારે', 'જનનીની જોડ સખી નહિ જડે રે લોલ'. જેવી ઘણી બધી કેહવતો છે. જે તમામ સાચી છે. અને તેનો અનુભવ આપણે કર્યો છે. અને કરીએ છીએ. 

જ્યારે એક રોટલી ના ચાર ટુકડા હોય અને ખાવાવાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભુખ નથિ એ "મા"

To view this painting video on my YouTube Channel click here  https://youtu.be/WDEIt5do9k0

Love you "મા", Happy Mother's Day!!

With Love 💕
Inspiration With Ankit

Sunday, January 12, 2020

The real joy of મનોરંજન અને ઉત્સવ !!


માનવ જાત માટે મનોરંજન અને ઉત્સવ મનોવિદ્માન અને સામાજીક રિતે જરુરી છે. માણસ સ્વભાવ થી જ એક સામાજીક પ્રાણી છે. પોતાની જરુરીયાત એ કઇ પણ કરી ને પુરી કરી લેતો જ હોય છે.

પ્રાચિન કાળથી ઉત્સવનો અને મનોરંજન આ જરુરીયાત માથી જ થતા આવ્યા છે. કોઇ પણ કલ્ચર ની વાત કરીએ તો હરએક કલ્ચર મા કયારેય સમય કે સ્થળ ના કોઇ બંધન નડ્યા નથી. હર એક સમયે માણસ પોતાના માટે મનોરંજ માટે સમય અને સ્થળ ને અનુકુળ મનોરંજન અને ઉત્સવ ની વ્યવસ્થા કરતો જ આવ્યો છે.

પણ મનોરંજન અને ઉત્સવ વચ્ચે તફાવત છે. આ તફાવત એ ખુબજ સરસ રીતે શ્રી શાહબુદીન રાઠોડ એ સમજાવ્યો છે....! "શાહબુદ્દીન રાઠોડ" આઠ અક્ષરનું આ નામ સાંભળતા જ સૌના ચહેરા ઉપર હાસ્ય ફરી વળે કારણ સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે જે શાહબુદ્દીન રાઠોડ અને ‘વનેચંદના વરઘોડા’ થી અજાણ હશે. 

જે નમોરંજન મા પોતે હ્વદય થી ભાગ લઇ અને જોડાઇએ એ ઉત્સવ બને છે
અને કોઇક ના ઉત્સવ ટીવી મા જોઇ એ માત્ર ને માત્ર મનોરંજન જ  
બને છે..
-શાહબુદીન રાઠોડ

ઉત્સવ ની ઉજવણિ થી મનોરંજન મળે છે પણ ઉત્સવ ને ખરી રીતે માણવા તો એમા હ્વદય થી ભાગ જ લેવો પડે છે!

Let's all try to participate in "મનોરંજન (Entertainment)" to make it a "ઉત્સવ (Festival)" !! The joy and the piece are unbelievable.!!

પ્રેમ સાથે પ્રણામ 🙏

Sunday, November 24, 2019

જીંદગી તુ છે ગણિત

જીંદગી તુ છે ગણિત 


જીંદગી તુ તો અઘરુ ગણિત હરરોજ નો નવો દાખલો 
કયારેક એકદમ સિધ્ધો ને કયારેક ખોવાયેલ જાણે ચાંદલો

એક ને ઉકેલુ ત્યા બીજા હાજર, જથ્થા મોટા ક્યારેક લાગતા,
એને લાગે છે કે એજ જીતશે, પણ અમે નથી હજી થાકતા,

આપ તું જીંદગી ગમે એટલા, જવાબ વગર ના દાખલા,
લાગશે તને કાંચા પડિશુ, પણ નિંભાડા ના અમે પાકા માટલા

પાણિ ભરો તો ટાઢક આપીએ અને સંગિત આપી ખાલીમા,
ફુટવાનો અમને ડર ક્યાથી હોય, છિએ અમે ”એનિ” કાખમા.


Copyright © 2019 Inspiration With Ankit

Tuesday, April 2, 2019

બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

Copyright © 2019 Inspiration With Ankit, Ankit Gopani 

તમે પેટે પાટા બાંધી ને આપ્યુ જગત નુ જ્ઞાન,
સમજદારી આપી દુનિયા ની ને પુયાઁ મારામા પ્રાણ,
પાપા પગલી કરતા પડતો, ને હાથ પકડતો તમારો,
થાકી જાવ જો ચાલતા થોડો, તો સિધ્ધો ખભ્ભો તમારો...
                      બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

ભુલો ઘણી હુ કરતો, પણ માફ પણ તમે જ કરતા,
"ધવલ-અંકિત-માનુ" ને તમે મનથી આષીશ દેતા,
રોજ નો બધો આનંદ અમને અને સંઘષઁ બધો તમારો,
જીવન મા ઘણા દુખ છતા હસતો છે ચહેરો તમારો...
                     બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

ભુલિ જવાના છે બધા લાકો કિતાબો સામટિ,
અમે નહિ ભુલિઅે કાંઈ આપેલી શિખામણો આપની,
આવ્યો તો હુ દુનિયા મા જાણે ચોપડો આખો કોરો,
પાના અેમા ભરતો ગયો જોઈ જોઈ સંઘષઁ તમારો...
                     બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

બરછટ થયેલી હોય હથેળિ, તોય કોળિયો દેતા,
હોય ભલે ને ઘાવ હજારો, ખબર ન પડવા દેતા,
કપડા લાવતા અવારનવાર, પાડવા મોભો અમારો,
પણ ઠિગડા જો મારવા ના હોય તો ઝભ્ભો પેલો તમારો...
                     બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

સમજણ થી સમજણ વધારી, સીખવિ રીતો સંસાર ની,
પીં જાવ છો દુખના ઘુટડા, ઢાલ બની સંતાન ની,
અે સાઈકલ પર નો આંટો ને, ઘંટડી નો અવાજ અમારો,
હું નો થાકી જાવ અેટલે, પેંડલ પર તો પગ તમારો...
                      બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

Copyright © 2019 Inspiration With Ankit
www.inspirationwithankit.blogspot.com  – Ankit Gopani