Tuesday, April 2, 2019

બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

Copyright © 2019 Inspiration With Ankit, Ankit Gopani 

તમે પેટે પાટા બાંધી ને આપ્યુ જગત નુ જ્ઞાન,
સમજદારી આપી દુનિયા ની ને પુયાઁ મારામા પ્રાણ,
પાપા પગલી કરતા પડતો, ને હાથ પકડતો તમારો,
થાકી જાવ જો ચાલતા થોડો, તો સિધ્ધો ખભ્ભો તમારો...
                      બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

ભુલો ઘણી હુ કરતો, પણ માફ પણ તમે  કરતા,
"ધવલ-અંકિત-માનુને તમે મનથી આષીશ દેતા,
રોજ નો બધો આનંદ અમને અને સંઘષઁ બધો તમારો,
જીવન મા ઘણા દુખ છતા હસતો છે ચહેરો તમારો...
                     બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

ભુલિ જવાના છે બધા લાકો કિતાબો સામટિ,
અમે નહિ ભુલિઅે કાંઈ આપેલી શિખામણો આપની,
આવ્યો તો હુ દુનિયા મા જાણે ચોપડો આખો કોરો,
પાના અેમા ભરતો ગયો જોઈ જોઈ સંઘષઁ તમારો...
                     બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

બરછટ થયેલી હો હથેળિ, તોય કોળિયો દેતા,
હોય ભલે ને ઘાવ હજારો, ખબર  પડવા દેતા,
કપડા લાવતા અવારનવાર, પાડવા મોભો અમારો,
પણ ઠિગડા જો મારવા ના હોય તો ઝભ્ભો પેલો તમારો...
                     બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

સમજણ થી સમજણ વધારી, સીખવિ રીતો સંસાર ની,
પીં જાવ છો દુખના ઘુટડા, ઢાલ બની સંતાન ની,
અે સાઈકલ પર નો આંટો ને, ઘંટડી નો અવાજ અમારો,
હું નો થાકી જાવ અેટલે, પેંડલ પર તો પગ તમારો...
                      બાપ તમે મારા ને દીકરો હુ તમારો...

Copyright © 2019 Inspiration With Ankit
www.inspirationwithankit.blogspot.com  – Ankit Gopani